bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ...

 

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કિશ્તવાડમાં સવારે 6:36 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 3.7 હતી, જે 20 ફેબ્રુઆરીના રોજ સવારે 06:36 કલાકે આવી હતી. ભૂકંપની ઊંડાઈ 5 કિમી નીચે હતી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સોમવારે સાંજે કારગિલના લદ્દાખ વિસ્તારમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સોમવારે રાત્રે લગભગ 9.35 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.NCSએ એક પોસ્ટમાં જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 5.2 હતી અને તેની ઊંડાઈ 10 કિમી હતી. હાલમાં ભૂકંપના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.