bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું 86 વર્ષની વયે નિધન, કાર્ડિયાક અરેસ્ટ બાદ હોસ્પિટલમાં દાખલ હતા...  

 

શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. મનોહર જોશીએ હિન્દુજા હોસ્પિટલમાં બપોરે 3 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. મળતી માહિતી પ્રમાણે 21 ફેબ્રુઆરીના રોજ તેમની તબિયત ખરાબ થઈ હતી. જે પછી તેમને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ડોક્ટર્સનું કહેવું છે કે મનોહર જોશીને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં સારવાર હેઠળ હતા. આખરે 86 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. મળતી માહિતી મુજબ મનોહર જોશીના પાર્થિવ દેહને સવારે 11 થી 2 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે માટુંગા રૂપારેલ કોલેજ પાસેના તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે. બપોરે 2 કલાક પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દાદર સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ગત વર્ષે મે મહિનાથી મનોહર જોશીની તબિયત લથડી રહી હતી. તે સમયે તેમને બ્રેઈન હેમરેજ થયું હતું. જે પછી તેમને હિન્દુજા હોસ્પિટલના ICUમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેની સારવાર કરવામાં આવી. તબીબોને સાજા થવાની આશા ઓછી દેખાતી હોવાથી, તેને શિવાજી પાર્કમાં તેના ઘરે પાછા ફરવાનું કહેવામાં આવ્યું, જ્યાં તેની સંભાળ રાખવામાં આવી રહી હતી.