Paytmને મોટો ફટકો લાગ્યો છે કારણ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ Paytm પેમેન્ટ્સ બેંક સામેના આરોપોની તપાસ શરૂ કરી દીધી છે. EDએ Paytm પેમેન્ટ્સ બેંક સામે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને આજે આ સમાચાર આવ્યા તે પહેલા Paytmના શેરમાં ભારે ઘટાડો નોંધાયો હતો. Paytm સામે EDની મોટી કાર્યવાહીના ભાગરૂપે, આ તપાસ એજન્સીએ Paytm પેમેન્ટ્સ બેંક સામેના આરોપો અંગે તપાસ શરૂ કરી છે.
એક અહેવાલમાં, એક અધિકારીએ પોતાનું નામ જાહેર કર્યા વિના કહ્યું કે આરબીઆઈએ ગ્રાહકના હિતમાં આ નિર્ણય લીધો છે. EDએ RBI પાસેથી Paytm પરના દસ્તાવેજો પણ માંગ્યા છે. ઉપરાંત સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ પણ કરવામાં આવી રહી છે. અધિકારીએ અહેવાલમાં જણાવ્યું હતું કે નિયમનકારો વચ્ચે માહિતી શેર કરવાની એક પદ્ધતિ છે અને માહિતી (Paytm પેમેન્ટ્સ બેંક પર) પહેલેથી જ શેર કરવામાં આવી છે અને વિવિધ એજન્સીઓ તેમની તપાસ કરી રહી છે.
Paytm એ કહ્યું કે કંપની રેગ્યુલેટર અધિકારીઓને સહકાર આપી રહી છે. One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ અને તેના સહયોગીઓ Paytm પેમેન્ટ્સ બેંક વિશે માહિતી આપવામાં કોઈ કસર છોડશે નહીં. Paytm એ કહ્યું કે અમને ED સહિત ઘણા નિયમનકારો અને કાયદાકીય અમલીકરણ સત્તાવાળાઓ દ્વારા માહિતી અને સ્પષ્ટતા આપવા માટે કહેવામાં આવી શકે છે. RBIએ Paytm પેમેન્ટ બેંક પર પ્રતિબંધ મૂક્યો છે. આ આદેશ 29 ફેબ્રુઆરીથી લાગુ થશે. Paytm પેમેન્ટ બેંક હેઠળ વોલેટ અને UPI પણ છે. કંપનીની UPI સેવા પર સંકટના વાદળો છવાઈ રહ્યા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology