bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

દિલ્હીમાં બે માળની ઇમારત ધરાશાયી થતાં બે મજૂરોના મોત, એકની હાલત અત્યંત ગંભીર...

 


દિલ્હીના કબીરનગરમાં બે માળના એક જર્જરીત ઇમારત  ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઇમારત  ધરાશાયી થતાં બે લોકો કાટમાળ નીચે દટાઈ જતાં મૃત્યુ પામ્યા. આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘટના મોડી રાત્રે બની હતી. પોલીસને રાતે 2.16 કલાકે ઘટનાની માહિતી મળી હતી.

વિસ્તારના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ જોય તિર્કીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં બે શ્રમિકો અરશદ (30) અને તૌહીદ (20) મૃત્યુ પામ્યા જ્યારે અન્ય એક કામદાર રેહાન (22)ની હાલત ગંભીર છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુ તપાસ ચાલુ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાની માહિતી મોડી રાતે 2.16 કલાકે મળી હતી. ઈમારતનોનો પહેલો માળ ખાલી હતો જ્યારે ગ્રાઉન્ડ ફ્લોરનો ઉપયોગ જીન્સ કટિંગ કારખાના માટે કરવામાં આવી રહ્યો હતો. બિલ્ડિંગ ધરાશાયી થતાં ત્રણ લોકો કાટમાળ નીચે દટાયા હતા. ત્રણેયને ગંભીર હાલતમાં જીટીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં બે કામદારોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે મકાન માલિક ફરાર થઇ ગયો છે. તેને શોધવામાં આવી રહ્યો છે.