bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કોવિંદ સમિતિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને વન નેશન-વન ઈલેક્શન પર રિપોર્ટ સુપરત કર્યો, તેનો અમલ ક્યારે થશે?

 


આ રિપોર્ટ 2 સપ્ટેમ્બર, 2023ના રોજ પેનલની રચના થઈ ત્યારથી લઈને અત્યાર સુધીના હિતધારકો અને નિષ્ણાતોની સલાહ અને 191 દિવસના સંશોધનનું પરિણામ છે. ગત વર્ષે 2 સપ્ટેમ્બરે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં 8 સભ્યોની સમિતિ બનાવવામાં આવી હતી. તેમાં રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ અને ભૂતપૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદ સહિત આઠ સભ્યો છે.


વન નેશન-વન ઇલેક્શન એટલે કે એક દેશ, એક ચૂંટણી માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. સમિતિના સભ્યોએ રાષ્ટ્રપતિ ભવન જઈને અહેવાલ સુપરત કર્યો હતો. વન નેશન વન ઇલેક્શન પરની કમિટીએ 18 હજાર 626 પેજનો રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં 2029માં એક સાથે ચૂંટણી કરાવવાની ભલામણ કરવામાં આવી છે.

  • કોવિંદના નેતૃત્વમાં સપ્ટેમ્બર 2023માં સમિતિની રચના કરવામાં આવી હતી.

આ રિપોર્ટ 2 સપ્ટેમ્બર, 2023ના રોજ પેનલની રચના થઈ ત્યારથી લઈને અત્યાર સુધીના હિતધારકો અને નિષ્ણાતોની સલાહ અને 191 દિવસના સંશોધનનું પરિણામ છે. ગત વર્ષે 2 સપ્ટેમ્બરે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં 8 સભ્યોની સમિતિ બનાવવામાં આવી હતી. વન નેશન વન ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક 23 સપ્ટેમ્બર 2023ના રોજ દિલ્હીમાં જોધપુર ઓફિસર્સ હોસ્ટેલમાં યોજાઈ હતી. તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદ સહિત 8 સભ્યો છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને સમિતિના વિશેષ સભ્ય બનાવવામાં આવ્યા છે.

  • 2029માં એક સાથે ચૂંટણી યોજવાની ભલામણ  

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમામ પક્ષો લો કમિશનના પ્રસ્તાવ પર સહમત થશે તો તેને 2029થી જ લાગુ કરવામાં આવશે. ઉપરાંત, આ માટે ડિસેમ્બર 2026 સુધીમાં 25 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવી પડશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ જૂન 2029 સુધી 6 મહિના લંબાવવો જોઈએ. ત્યારપછી તમામ રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે થઈ શકે છે.