bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

 જો તમે પણ સોનું ખરીદવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર...

સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.

 જો તમે પણ સોનું ખરીદવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે. આ ટ્રેડિંગ સપ્તાહની શરૂઆત સોનાની કિંમતમાં નરમાઈ સાથે થઈ છે. આ લાંબા સમય પછી બન્યું છે જ્યારે સોનાના ભાવમાં સતત પાંચમાં ટ્રેડિંગ દિવસો સુધી ઘટાડો નોંધાયો છે. ગયા શુક્રવાર થી સતત છેલ્લા ટ્રેડિંગ દિવસે સોમવારે સોનું સસ્તું થયું હતું. જોકે, ચાંદીના ભાવમાં તેજીનો દોર ચાલુ રહ્યો હતો. આ ટ્રેડિંગ સપ્તાહના પાચમા દિવસે એટલે કે, શુક્રવારે સોનું 190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 64,325 રૂપિયા નોધ્યું હતું. જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે ગુરુવારે સોનાનો ભાવ 145 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 64,515 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

શુક્રવારે ચાંદી 700 રૂપિયા મોઘી થઈને 76,000 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ. આ પહેલા ગુરુવારે પણ ચાંદી 300 રૂપિયા પ્રતિ કિલો મોધી થઈ હતી અને 75,300 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી. જયારે 24 કેરેટ સોનું 64,325 રૂપિયા, 22 કેરેટ રૂપિયા 58,450, 18 કેરેટ રૂપિયા 49,010 અને 14 કેરેટ રૂપિયા 33929 પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે.આપને જણાવી દઈએ કે MCX અને આંતરરાષ્ટ્રીય બજાર અને સોનાના બજાર દરો ચાંદી કર વગરની છે, તેથી દેશભરના બજારોમાં તેના દરમાં તફાવત છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે, તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.