રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પર કેટલાક દિવસ માટે બ્રેક લાગી છે. 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી યાત્રા થશે નહિ. 2 ફેબ્રુઆરીથી ફરી રાહુલની ન્યાય યાત્રા શરુ થશે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે આ વાતની જાણકારી આપી છે. જયરામ રમેશે કહ્યું કે, આ 5 દિવસ દરમિયાન દિલ્હીમાં ચૂંટણીને લઈ મહત્વની બેઠક છે. આ દરમિયાન લોકસભા ચૂંટણીને લઈ મીટિંગ થશે.
આ મીટિંગમાં રાહુલ ગાંધીની હાજરી જરુરી છે. 27 અને 28 ફેબ્રુઆરીના રોજ રાહુલ ગાંધી કેમ્બ્રિજ યૂનિવર્સિટી જશે. જ્યાં 2 લેક્ચર લેશે.રાહુલ ગાંધી 5 માર્ચે મહાકાલેશ્વર મંદિર જશે. રાહુલ ગાંધી 26 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. 2 માર્ચથી ફરી યાત્રા શરૂ થશે અને રાહુલ ગાંધી 5 માર્ચે મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લેશે.
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલમાં યુપીમાં છે. આજે એટલે કે, બુધવારના રોજ યાત્રાનો 39મો દિવસ છે.મંગળવારની રાત્રે રાહુલ ગાંધી લખનઉ પહોંચ્યા હતા. આજ યાત્રા કાનપુર પહોંચશે. તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 15 રાજ્યો અને 110 જિલ્લામાંથી પસાર થશે. રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રાની શરુઆત 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી ચાલશે.
આ યાત્રા મણિપુર, નાગાલેન્ડ, અસમ,મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત થઈને મહારાષ્ટ્ર પહોંચશે. આ દરમિયાન 6700 કિલોમીટરની યાત્રા થશે. ક્યાં પગપાળા તો ક્યાંય ગાડી કે બસ અન્ય ગાડીઓ દ્વારા રાહુલ ગાંધી આ યાત્રા પૂર્ણ કરશે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલ્યા હતા. આ દરમિયાન તેમણે 4000 કિલોમીટરથી વધુ લાંબો સફર પૂર્ણ કર્યું હતુ. આ યાત્રાની શરુઆત 7 સપ્ટેમબર 2022થી શરુ થઈ હતી અને 30 જાન્યુઆરી 2023ના રોજ પૂર્ણ થઈ હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology