ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ વિધાનસભામા રજૂ કર્યું છે. આ બિલ રજૂ કરતી વખતે 'જય શ્રી રામ' અને 'ભારત માતા કી જય'ના નારા લાગ્યા હતા.વિપક્ષી સાંસદોના હોબાળા વચ્ચે સીએમ ધામીએ આ બિલ રજૂ કર્યું હતું. આ પછી ઉત્તરાખંડ વિધાનસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે જો આ બિલ ઉત્તરાખંડ વિધાનસભામાં પસાર થઈ જાય છે, તો તે UCC લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બની જશે.
ગોવામાં UCC પહેલેથી જ અમલમાં છે. તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં સોમવારથી વિધાનસભા સત્ર શરૂ થઈ ગયું છે. સોમવારે ઉત્તરાખંડ કેબિનેટે સીએમ ધામીની અધ્યક્ષતામાં આ બિલને મંજૂરી આપી હતી. કોંગ્રેસ અને મુસ્લિમ સંગઠનો આ બિલના વિરોધમાં છે. કોંગ્રેસનું કહેવું છે કે ઉત્તરાખંડનો ઉપયોગ પ્રયોગ માટે કરવામાં આવી રહ્યો છે. તે જ સમયે, મુસ્લિમ સંગઠનો પણ આના પર પોતાનો વાંધો વ્યક્ત કરી રહ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે ધામી સરકારનું આ પગલું 2024ની ચૂંટણી પહેલા ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. UCC રાજ્યમાં જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વિના તમામ સમુદાયો માટે સમાન નાગરિક કાયદાની દરખાસ્ત કરે છે. તે તમામ નાગરિકો માટે સમાન લગ્ન, છૂટાછેડા, જમીન, મિલકત અને વારસાના કાયદા માટે કાનૂની માળખું પ્રદાન
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology