છેલ્લા ઘણા સમયથી દેશમાં ટ્રેન અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના અમદાવાદથી આગ્રા કેન્ટ જનાર ટ્રેન નંબર 12548 સાથે બની છે. રાજસ્થાનના અજમેરમાં ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. જે બાદ અફરા-તફરી મચી ગઈ હતી. અજમેરના મદાર રેલવે સ્ટેશન પાસે સાબરમતી-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે આ અથડામણ થઈ હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે સાબરમતી આગ્રા કેન્ટ સુપર ફાસ્ટ એક્સપ્રેસના એન્જિન સહિત 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.આ અકસ્માત રાત્રે લગભગ 1:10 વાગ્યે મદાર સ્ટેશન નજીક બન્યો હતો જ્યારે ગુડ્સ ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેન એક જ ટ્રેક પર આવી હતી. આ અકસ્માતમાં ઘણા લોકોને ઈજા થઈ છે. ટ્રેન જે રૂટ પર હતી તે જ રૂટ પર આગળ માલગાડી ઊભી હતી. ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થતાં બચી ગઈ હતી. ડ્રાઈવરને ખોટું સિગ્નલ મળ્યું કે કેમ તેની હજુ કોઈ માહિતી મળી નથી.
આ પછી ટ્રેનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવી હતી પરંતુ સાબરમતી એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી.અકસ્માત સમયે ટ્રેનમાં હજારો મુસાફરો હાજર હતા. પાટા પરથી ઉતર્યા બાદ ટ્રેન પાટાથી ઘણી દૂર પહોંચી ગઈ હતી અને ઈલેક્ટ્રીક લાઈનના પોલને પણ સંપૂર્ણ નુકસાન થયું હતું. દુર્ઘટનાના લાંબા સમય બાદ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology