bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

મધ્યપ્રદેશ: ડિંડોરીમાં ભયંકર અકસ્માત, બેકાબૂ વાહન પલટી મારીજતા 14ના મોત,21 ઈજાગ્રસ્ત.... 

મધ્યપ્રદેશના ડિંડોરીથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ડિંડોરીમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. આ સાથે આ દુર્ઘટનામાં 21 લોકો ઘાયલ હોવાનું સામે આવ્યું છે.  પ્રાથમિક વિગતો મુજબ શાહપુરા પોલીસ સ્ટેશન અને બિછિયા પોલીસ ચોકી વિસ્તાર હેઠળના બડઝરના ઘાટમાં એક પીકઅપ વાહન નિયંત્રણ બહાર જતાં પલટી મારી જતાં એક સાથે 14 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. 

મધ્યપ્રદેશના ડિંડોરીના શાહપુરા પોલીસ સ્ટેશન અને બિછિયા પોલીસ ચોકી વિસ્તાર હેઠળના બડઝરના ઘાટમાં દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. એક પીકઅપ વાહન નિયંત્રણ બહાર જતાં પલટી મારી ગયું હતું. જેમાં 14 લોકોના મોત થયા તો અન્ય 21 જેટલા ઘાયલોને શાહપુરા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે. આ તરફ આ ઇજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જોકે અકસ્માતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.