bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ફાસ્ટેગ યુઝર્સ માટે NHAIએ જાહેર કરી એડવાઈઝરી  

 

Paytmના ફાસ્ટેગ યુઝર્સ માટે મોટા સમાચાર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના રોડ ટોલિંગ ઓથોરિટી દ્વારા ફાસ્ટેગ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. NHAI એ એલર્ટ જારી કરીને લોકોને અધિકૃત બેંકો પાસેથી ફાસ્ટેગ ખરીદવા વિનંતી કરી છે. Paytm ફાસ્ટેગ યુઝર્સને નવું ફાસ્ટેગ લેવું પડશે. હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક ફાસ્ટેગ જારી કરવા માટે અધિકૃત બેંક નથી.

IHMCL એ 32 બેંકોની યાદી બહાર પાડી છે જ્યાંથી યુઝર્સ પોતાના માટે ફાસ્ટેગ ખરીદી શકે છે. ફાસ્ટેગ પ્રદાન કરતી બેંકોની યાદીમાંથી પેટીએમ પેમેન્ટ બેંકનું નામ ગાયબ છે. પેટીએમનું નામ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે લોકોએ Paytm ટેગ મેળવ્યા છે તેઓએ તેને સરેન્ડર કરવું પડશે અને અધિકૃત બેંકો પાસેથી નવા ટેગ ખરીદવા પડશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ફાસ્ટેગ સાથે કોઈપણ મુશ્કેલી વિના મુસાફરી કરો. તમારો ફાસ્ટેગ નીચે દર્શાવેલ બેંકોમાંથી જ ખરીદો. આ યાદીમાં કેટલીક 32 બેંકોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં Paytm નથી.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ફાસ્ટેગ સાથે કોઈપણ મુશ્કેલી વિના મુસાફરી કરો. તમારો ફાસ્ટેગ નીચે દર્શાવેલ બેંકોમાંથી જ ખરીદો. આ યાદીમાં કેટલીક 32 બેંકોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં Paytm નથી
તમને જણાવી દઈએ કે, ભારતમાં લગભગ 7 કરોડ ફાસ્ટેગ યુઝર્સ છે અને Paytm પેમેન્ટ બેંકનો દાવો છે કે તેની પાસે 30 ટકાથી વધુ માર્કેટ શેર છે. આવી સ્થિતિમાં, પેટીએમ પેમેન્ટ બેંકના વપરાશકર્તાઓની અંદાજિત સંખ્યા લગભગ 2 કરોડ હોવાનો અંદાજ છે.