રાજધાની દિલ્હીમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે. દિલ્હીના અલીપુરની એક પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં 11 લોકોના મોત થયા. ફાયર બ્રિગેડ વિભાગે મૃત્યુની પુષ્ટિ કરી હતી. 22 ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. રાત્રે 9 વાગ્યાની આસપાસ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જ્યારે ચાર શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયાના અહેવાલ છે. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મૃત્યુઆંક વધવાની સંભાવના છે.
આ ઘટનાની વધુ માહિતી અનુસાર ઉત્તર દિલ્હીના અલીપુર વિસ્તારના દયાલ માર્કેટમાં એક પેઇન્ટ ફેક્ટરીમાં ગઈ કાલે રાત્રે ભીષણ આગ લાગી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગ લાગ્યા બાદ ફેક્ટરીમાંથી ઘણા શ્રમિકો બહાર આવી શક્યા ન હતા અને 11 શ્રમિકો જીવતા ભડથું થયાં હતા, જ્યારે ચાર શ્રમિકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃત્યુઆંક વધી શકે છે. મૃતક શ્રમિકોની ઓળખ હજુ સુધી થઈ નથી. ફાયર વિભાગની 22 ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થાનિક તંત્ર અને પોલીસની ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ ઘટના ગઈ કાલે મોડી રાત્રે બની હતી. ઓછામાં ઓછા છ ફાયર એન્જિનો શરૂઆતમાં તૈનાત કરવામાં આવ્યા હતા પરંતુ આગ ટૂંક સમયમાં સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. બાદમાં વધુ ફાયર એન્જિન બોલાવવામાં આવ્યા હતા. અલીપુરમાં એક સપ્તાહમાં આગની આ બીજી ઘટના છે. 11 ફેબ્રુઆરીના રોજ અલીપોરમાં જૂતાની ફેક્ટરીમાં આગ લાગી હતી
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology