કર્ણાટકનાં રાયપુર જિલ્લાનાં એક ગામમાં કૃષ્ણા નદીથી હાલમાં જ એક ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી છે. જેમાં તમામ દશાવતાર આભા ચારે બાજુ કોતરેલી છે. આ મૂર્તિની સાથે એક પ્રાચીન શિવલિંગ પણ મળી આવ્યું છે. અમુક અહેવાલો મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે કૃષ્ણા નદીથી મળેલી આ મૂર્તિ, અયોધ્યામાં બિરાજમાન રામલલાની મૂર્તિ જેવી જ દેખાય છે.
રાયચુર યુનિવર્સિટીના પ્રાચીન ઈતિહાસ અને પુરાતત્વના લેક્ચરર ડૉ.પદ્મજા દેસાઈએ આ વિષ્ણુ મૂર્તિ વિશે જણાવ્યું કે કૃષ્ણા નદીના તટપ્રદેશમાં મળેલી આ વિષ્ણુ મૂર્તિમાં ઘણી વિશેષતાઓ છે. તેમણે કહ્યું કે આમાંભગવાન વિષ્ણુની ચારે બાજુ આભા, મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, રામ, પરશુરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી જેવા 'દશાવતાર' દર્શાવે છે.
મૂર્તિની વિશેષતાઓ વિશે વિસ્તારપૂર્વક જણાવતા તેમણે કહ્યું કે આ મૂર્તિમાં વિષ્ણુ ઉભી સ્થિતિમાં છે અને તેમના ચાર હાથ છે. તેમના બે ઉપલા હાથ 'શંખ' અને 'ચક્ર' ધરાવે છે, જ્યારે તેમના બે નીચેના હાથ ('કટી હસ્ત' અને 'વરદા હસ્ત') વરદાન આપવાની સ્થિતમાં છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology