bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

દિલ્હીમાં કેશોપુર મંડી પાસે બાળક 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યું, NDRFનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ...


દિલ્હીના કેશોપુર મંડી પાસે એક મોટો અકસ્માત થયો છે. અહીં એક બાળક દિલ્હી જલ બોર્ડ પ્લાન્ટની અંદર 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયું. માહિતી મળતાં જ NDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. હાલમાં દોરડાની મદદથી બાળકોને ખાદ્ય સામગ્રી મોકલવામાં આવી રહી છેમળતી માહિતી  અનુસાર, NDRFની ટીમ ટૂંક સમયમાં જે બોરવેલમાં બાળક પડી ગયું તેની સમાંતર એક નવો બોરવેલ ખોદીને બચાવ કામગીરી શરૂ કરશે.