8 માર્ચનાં રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણી કરવામાં આવે છે પરંતુ શા માટે આ જ તારીખે મહિલા દિવસની ઊજવણી કરવામાં આવે છે? શું છે આ દિવસ પાછળનો ઈતિહાસ અને દિવસનું મહત્વ... ?
વર્ષ 1909ની 28મી ફેબ્રુઆરીનાં રોજ અમેરિકાની સમાજવાદી પાર્ટીએ ન્યૂયોર્કમાં વિશ્વ મહિલા દિવસ ઊજવવાની શરૂઆત કરી હતી. ન્યોયોર્કમાં 1908માં કપડાં એટલે કે ગાર્મેન્ટ્સનાં કામદારોની હડતાલ થઈ હતી. જેમાં મહિલાઓનાં અથાગ પરિશ્રમ અને પરિસ્થિતો સામે આવી હતી. તેમાંથી એક શ્રમ કાર્યકર્તા થેરેસા મલ્કીએલ દ્વારા ગારમેન્ટ કામદારોની વિરુદ્ઘમાં શહેરમાં જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. મહિલા ગાર્મેંટ વર્કર્સે તે સમયે કામના કલાક અને સારા પગારની પોતાની લડાઈમાં જીત મેળવી હતી. જેની યાદમાં આ દિવસની ઊજવણી 8 માર્ચનાં કરવામાં આવે છે. તે પછી અમેરિકાનાં સમાજવાદીઓ પાસેથી પ્રેરણા લઈને જર્મન પ્રતિનિધિઓએ પણ આ મહિલા દિવસના વિચારનો પ્રસ્તાવ રાખ્યો હતો.
વર્ષ 1909ની 28મી ફેબ્રુઆરીનાં રોજ અમેરિકાની સમાજવાદી પાર્ટીએ ન્યૂયોર્કમાં વિશ્વ મહિલા દિવસ ઊજવવાની શરૂઆત કરી હતી. ન્યોયોર્કમાં 1908માં કપડાં એટલે કે ગાર્મેન્ટ્સનાં કામદારોની હડતાલ થઈ હતી. જેમાં મહિલાઓનાં અથાગ પરિશ્રમ અને પરિસ્થિતો સામે આવી હતી. તેમાંથી એક શ્રમ કાર્યકર્તા થેરેસા મલ્કીએલ દ્વારા ગારમેન્ટ કામદારોની વિરુદ્ઘમાં શહેરમાં જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. મહિલા ગાર્મેંટ વર્કર્સે તે સમયે કામના કલાક અને સારા પગારની પોતાની લડાઈમાં જીત મેળવી હતી. જેની યાદમાં આ દિવસની ઊજવણી 8 માર્ચનાંકરવામાં આવે છે. તે પછી અમેરિકાનાં સમાજવાદીઓ પાસેથી પ્રેરણા લઈને જર્મન પ્રતિનિધિઓએ પણ આ મહિલા દિવસના વિચારનો પ્રસ્તાવ રાખ્યો હતો.
બીજી બાજુ રશિયામાં પ્રથમવખત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણી ફેબ્રુઆરી મહિનના અંતમાં 1913ની સાલમાં કરવામાં આવી હતી. આ ઊજવણી મહિલાઓએ પ્રથમ વિશ્વ યુદ્ધનો વિરોધ દર્શાવવા માટે કરી હતી. આ જ રીતે જો યૂરોપની વાત કરીએ તો 8 માર્ચના રોજ પીસ એક્ટિવિસ્ટસના સમર્થનમાં મહિલાઓએ રેલીઓ કાઢી હતી જેની સાથે યૂરોપમાં પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનો પાયો નખાયો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology