પંજાબના ગુરદાસપુરની સેન્ટ્રલ જેલમાં કેદીઓના બે જૂથો એકબીજા સાથે ઉપર તુટી પડ્યાં હતા. જેલમાં કેદીઓના બે જૂથ વચ્ચે થયેલી અથડામણને પગલે, પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. કેદીઓને છોડાવવા અને સ્થિતિ શાંત પાડવા માટે વધારાના પોલીસ ફોર્સને બોલાવવામાં આવ્યો હતો.
એક બીજાને મારી રહેલા કેદીઓ ગુસ્સે થઈને બચાવવા આવેલ પોલીસ દળ પર હુમલો કર્યો હતો. જેમાં ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. અંદરો અંદર લડી રહેલા કેદીઓએ સમગ્ર જેલ પરિસર પર કબજો જમાવી લીધો હતો. તણાવને જોતા પાંચ જિલ્લાની પોલીસને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. આ ઉપરાંત અર્ધલશ્કરી દળોને પણ બોલાવવામાં આવ્યા છે.
કેદીઓએ જેલની સુરક્ષામાં તહેનાત એક પોલીસકર્મી ઉપરાંત ધારીવાલ પોલીસ સ્ટેશનના એસએચઓ મનદીપ સિંહ, એસઆઈ જગદીપ સિંહ અને પોલીસ ફોટોગ્રાફરને ઈજા પહોચાડી છે. ઇજાગ્રસ્ત ચાર પોલીસકર્મીઓને સારવાર માટે સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જેલમાં કેદ રહેલા કેદીઓ દ્વારા પથારી અને અન્ય વસ્તુઓને આગ લગાડવામાં આવી છે. કેદીઓ વચ્ચેનો હોબાળો ચાલુ છે. બોર્ડર રેન્જ જેલની અંદર સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ આઈજી કરી રહ્યા છે. તેમની સાથે પાંચ જિલ્લાના પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો પણ છે. જેલમાં વાતાવરણને શાંત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે જેલમાં હાજર કેદીઓ સતત પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology