bs9tvlive@gmail.com

23-May-2025 , Friday

બજેટ-૨૦૨૪ નાણામંત્રીએ સરંક્ષણ બજેટમાં કર્યો વધારો ...

અંતરિમ બજેટમાં નિર્મલા સીતારમણે રક્ષા ક્ષેત્ર માટે 11, 11,111 કરોડ રૂપિયા કર્યું છે. જો આપણે ગયા વર્ષે સાથે સરખામણી કરીએ તો તેમાં 5.93 લાખ કરોડ કરતાં 11 ટકા વધારે છે. દેશના GDP માં સંરક્ષણનો હિસ્સો 3.4 ટકા રહ્યો છે. જે ગયા વર્ષે માત્ર 1.9 ટકા હતો.

ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરીના રોજ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાનનું બજેટ રજૂ કર્યું હતું. અંતરિમ બજેટમાં નિર્મલા સીતારમણે રક્ષા ક્ષેત્ર માટે 11, 11,111 કરોડ રૂપિયા કર્યું છે. જો આપણે ગયા વર્ષે સાથે સરખામણી કરીએ તો તેમાં 5.93 લાખ કરોડ કરતાં 11 ટકા વધારે છે. દેશના GDP માં સંરક્ષણનો હિસ્સો 3.4 ટકા રહ્યો છે. જે ગયા વર્ષે માત્ર 1.9 ટકા હતો.
જો છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો ભારતના સંરક્ષણ બજેટમાં ઘણા ફેરફારો થયા છે. દર વર્ષે સંરક્ષણ બજેટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ સાથે જ આત્મનિર્ભર ભારતને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. છેલ્લા 3 વર્ષમાં ભારતના સંરક્ષણ બજેટમાં વધુ વધારો થયો નથી.
સરકાર વર્ષ 2020 માં સરકાર સંરક્ષણ પર GDP ના 2 ટકા કરતા વધારે ખર્ચ કરી રહી હતી. જે નાણાકીય વર્ષ 2023-24માં ઘટીને 1.9 ટકા થયું હતું. સંશોધન અને વિકાસની બાબતમાં પણ સ્થિતિ ખાસ રહી નથી. ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2022 મૂજબ ભારત સંશોધન અને વિકાસ પર કુલ GDPના 0.7 ટકા ખર્ચ કરી રહ્યું છે.