bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજસ્થાનના જેસલમેરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થતા આજુ બાજુના  વિસ્તાર માં ભય નો માહોલ સર્જાયો હતો... 

 

રાજસ્થાનના જેસલમેરમાં આજે એક મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં આજે પોકરણમાં આયોજિત આર્મી કવાયત માટે પહોંચેલું વાયુસેનાનું તેજસ હેલિકોપ્ટર જેસલમેરમાં ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર જેસલમેર શહેરના જવાહર કોલોની સ્થિત મેઘવાલ સમુદાયની હોસ્ટેલમાં પ્રવેશ્યું હતું. હેલિકોપ્ટર ક્રેશ થાય તે પહેલા બંને પાઇલોટ્સ તેમાંથી બહાર નીકળી ગયા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. પીએમ નરેન્દ્ર મોદી આજે જેસલમેરમાં ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં સૈન્ય અભ્યાસ નિહાળવા આવ્યા છે. હાલ બંને પાયલોટ સુરક્ષિત હોવાનું કહેવાય છે. જે હેલિકોપ્ટર ક્રેશ થયું તે તેજસ હતું. એરફોર્સે કોર્ટ ઓફઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. 


મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટર દુર્ઘટના આજે  બપોરે લગભગ 2.15 વાગ્યે થઈ હોવાનું કહેવાય છે. જે હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યું હતું તે આજે જેસલમેરમાં ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં હાથ ધરવામાં આવેલા દાવપેચ માટે આવ્યું હતું. જેસલમેર શહેરના જવાહર કોલોની પાસે બપોરે અચાનક આ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર ક્રેશ થતાં જ જોરદાર વિસ્ફોટ થયો હતો. જેના કારણે આસપાસનો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. જે બાદ હેલિકોપ્ટર આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું.

હેલિકોપ્ટર અકસ્માતની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર ક્રેશ થતા પહેલા બંને પાઇલોટ્સ તેમાંથી બહાર નીકળી ગયા હતા. અકસ્માત બાદ વિસ્ફોટનો અવાજ સાંભળીને વિસ્તારના લોકો ભયભીત થઈ ગયા હતા. બાદમાં હેલિકોપ્ટર ક્રેશના સમાચાર મળતાં જ ત્યાં ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી.

નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી આજે જેસલમેર જિલ્લામાં સ્થિત પોકરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં આવ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સીએમ ભજનલાલ શર્મા પણ ત્યાં હાજર છે. પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં સેનાના દાવપેચ ચાલી રહ્યા છે. કવાયત બપોરે 1.45 થી 3.15 સુધી છે. આમાં સેનાના સામૂહિક દાવપેચ કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદી આ કવાયત જોવા પહોંચ્યા છે.