bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

મહારાષ્ટ્રમાં બસ અને ટ્રક વચ્ચે થયો ભયંકર અકસ્માત, 4 ક્રિકેટરોના ઘટનાસ્થળે મોત...  

 


મહારાષ્ટ્રના શિંગણાપુર નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં 4 ક્રિકેટરોના કરૂણ મોત નિપજ્યા છે. આ અકસ્માત ત્યારે સર્જાયો જયારે ક્રિકેટરોની ટીમ ટુર્નામેન્ટ રમવા માટે ગઈકાલે બસમાં યવતમાલ જઈ રહી હતી. બસ નંદગાંવ ખંડેશ્વર તાલુકાના શિંગણાપુર નજીક પહોંચી હતી ત્યારે સામેથી આવી રહેલા કોંક્રિટ મિક્સર ટ્રક સાથે અથડાઈ હતી. આ દરમિયાન 4 ક્રિકેટરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી ડોકટરોએ ગંભીર રીતે ઘાયલોને અમરાવતી રીફર કર્યા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.


મળેલી માહિતી મુજબ આ અકસ્માતમાં ક્રિકેટર શ્રીહરિ રાઉત, જ્યુશ બહાલે, સંદેશ પાડર અને સુયશ અમ્બર્ટેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે અન્ય ઇજાગ્રસ્ત ખેલાડીઓ તાલુકા આરોગ્ય કેન્દ્રમાં દાખલ છે. પોલીસના જણાવ્યા અનુસાર તમામ ખેલાડીઓના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે. અકસ્માતની માહિતી મળતાં જ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત મૃતકોના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવી રહી છે.