bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

દિલ્હીમાં મોડી રાત્રે લાગી  ભીષણ આગ, લગભગ 130 ઝૂંપડા બળીને રાખ... 

 

ર કાબૂ મેળવવા માટે 15 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. કલાકોની જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગને કાબુમાં લીધી હતી.આગના કારણે લગભગ 130 ઝૂંપડા બળીને રાખ થઈ ગયા હતા. 

દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર શાહબાદ ડેરી વિસ્તારમાંથી રવિવારે રાત્રે લગભગ 10 વાગ્યે આગ લાગી હતી. ઘટનાસ્થળે કુલ 15 ફાયર ટેન્ડર મોકલવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

તાજેતરમાં અલીપુર માર્કેટમાં પણ એક પેઈન્ટ ફેક્ટરીમાં આ જ રીતે ભીષણ આગની ઘટના બની હતી જેમાં સાંકળા વિસ્તારને કારણે મજૂરોને જીવ બચાવવાનો મોકો પણ ન મળ્યો અને મૃતકોનો આંકડો 11ને આંબી ગયો હતો. આગ એટલી ભયાવહ હતી કે દૂર દૂરથી આગની જ્વાળાઓ અને ધૂમાડો દેખાઈ રહ્યો હતો