bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

RBIના આ નિર્ણયથી ગૂગલ પે-ફોન પેને થઇ શકે છે નુકસાન...

 

દેશને કોઈ પણ ફાઈનાન્સિયલ ક્રાઇસીસ એટલે કે નાણાકીય કટોકટીથી બચાવવા માટે RBI નાની-મોટી બેંકોથી લઈને ફિનટેક કંપનીઓ સુધીની દરેક વસ્તુ પર ચાંપતી નજર રાખી રહી છે. એવામાં હાલ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મની લોન્ડરિંગની શંકાના આધારે પેટીએમ બેંક સામે કડક કાર્યવાહી કરી છે અને તેને પેટીએમ પેમેન્ટ્સ બેંકની સેવાઓ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. 

એવામાં હવે કહેવાય રહ્યું છે કે આ માટે આગળનું પગલું UPI સેગમેન્ટમાં વિદેશી ફિનટેક કંપનીઓના વર્ચસ્વને સમાપ્ત કરવાનું હોઈ શકે છે. UPI માર્કેટમાં સ્થાનિક ફિનટેક કંપનીઓનું પ્રમોશન કરવામાં આવશે, આ સાથે જ PhonePe અને Google Pay જેવી વિદેશી એપ્સનું વર્ચસ્વ સમાપ્ત થઈ શકે છે. 

હાલમાં જ કોમ્યુનિકેશન્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પરની સંસદીય સમિતિએ સરકારને સુપરત કરેલા તેના અહેવાલમાં વિદેશી ફિનટેક એપ્સના ઊંચા હિસ્સા પર ચિંતા વ્યક્ત કરી છે. ડોમેસ્ટિક એપ્સને પ્રમોટ કરવાની ભલામણ કરવામાં આવી હતી. 

આ વાતને લઈને સમિતિએ કહ્યું હતું કે વિદેશી ફિનટેક કંપનીઓની ફોનપે અને ગૂગલ પે જેવા પ્લેટફોર્મ ભારતીય UPI સેક્ટરમાં પ્રભુત્વ ધરાવે છે. આ ઉપરાંત, ઘણી ફિનટેક કંપનીઓનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે પણ થઈ રહ્યો છે, જે ચિંતાજનક છે. બીજી તરફ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ આગામી વર્ષથી યુપીઆઈ વ્યવહારોની સંખ્યાના આધારે સ્થાનિક બજારમાં ફિનટેક એપ્સનો હિસ્સો મહત્તમ 30 ટકા સુધી વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે.


ડેટા અનુસાર, ઑક્ટોબર-નવેમ્બર 2023માં ટ્રાન્ઝેક્શન વોલ્યુમની દ્રષ્ટિએ, PhonePeનો બજારહિસ્સો 46.91 ટકા અને Google Payનો 36.39 ટકા હતો. આ મામલે ભારતીય એપ BHIM UPI ઘણી પાછળ છે. આવી સ્થિતિમાં એ જાણીતું છે કે ભારતીય યુપીઆઈ માર્કેટમાં ફોન પે અને ગૂગલ પે જેવી વિદેશી કંપનીઓનો દબદબો છે.

હાલમાં જ એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે Paytm પર પ્રતિબંધ પછી, Google Play Store પરથી PhonePe, Google Pay અને NPCIની BHIM એપને ડાઉનલોડ કરવાની સંખ્યામાં વધારો થયો છે. જણાવી દઈએ કે Paytm એપના એન્ડ્રોઈડ ડાઉનલોડ પણ 27 જાન્યુઆરીએ 90,039 ડાઉનલોડથી ઘટીને 3 ફેબ્રુઆરીએ 68,391 ડાઉનલોડ થઈ ગયા હતા, એટલે કે તેમાં 24 ટકાનો ઘટાડો થયો હતો.