bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

આ રાજ્યના CM બન્યાં દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી, ટોપ-5માં ભુપેન્દ્ર પટેલ સામેલ...  

 

તાજેતરમાં જ દેશમાં મુખ્યમંત્રીઓની લોકપ્રિયતા અંગે સરવે કરવામાં આવ્યો હતો. આ સરવેના પરિણામ ચોંકાવનારા રહ્યા હતા. માહિતી અનુસાર આ યાદીમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હવે ટોચના ક્રમે નથી રહ્યા, તેમની જગ્યાએ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક આ યાદીમાં ટોચ પર આવી ગયા છે. 

આ સરવે દેશના રાજ્યોમાં શાસન કરી રહેલા મુખ્યમંત્રીઓની સ્વીકાર્યતા અને તેમની પોપ્યુલારિટીને માપદંડ બનાવાયા હતા. જેના લીધે સરવેના પરિણામો ચોંકાવનારા રહ્યા હતા. સરવે અનુસાર ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક આ યાદીમાં ટોચના ક્રમે રહ્યા હતા તેમનું પોપ્યુરાલિટી રેટિંગ 52.7 ટકા નોંધાયું હતું. 

જ્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું પોપ્યુલારિટી રેટિંગ 51.3 ટકા રહ્યું હતું અને તેઓ આ યાદીમાં સરકીને બીજા ક્રમે આવી ગયા હતા. જ્યારે યાદીમાં ત્રીજા ક્રમે આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વ સરમા રહ્યા જેમનું પોપ્યુલારિટી રેટિંગ 48.6 ટકા, ચોથા ક્રમે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા હતા જેમનું પોપ્યુલારિટી રેટિંગ 42.6 ટકા રહ્યું હતું. જ્યારે પાંચમા ક્રમે ડૉ. માણિક સાહા 41.4 ટકા પોપ્યુલારિટી રેટિંગ સાથે યાદીમાં પાંચમા ક્રમે રહ્યા હતા.