ટેસ્લાના CEO એલન મસ્કની ભારત મુલાકાતને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે. ટેસ્લાના CEO એલોન મસ્કની ભારત મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે.મસ્ક 21-22 એપ્રિલે ભારતમાં આવે તેવી અપેક્ષા હતી. આ દરમિયાન તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતના સમાચાર પણ આવ્યા હતા. મસ્કે પોતે એક્સ પર એક પોસ્ટ દ્વારા કહ્યું હતું કે, તેઓ PM મોદીને મળવા માટે ઉત્સાહિત છે.
ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક 21 અને 22 એપ્રિલે ભારતની મુલાકાતે આવવાના હતા. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તેમણે પોતાનો પ્રવાસ સ્થગિત કરી દીધો છે. તમને જણાવી દઈએ કે ભારતની મુલાકાત દરમિયાન એલન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા. આ સમય દરમિયાન તેઓ ભારતીય બજારમાં પ્રવેશવાની યોજનાની જાહેરાત કરવાના હતા.
એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેમની ભારત મુલાકાત દરમિયાન મસ્ક ભારતમાં ટેસ્લાના પ્રવેશ, રોકાણ અને નવી ફેક્ટરી ખોલવાની તેમની યોજનાઓ અંગે જાહેરાત કરશે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ મીટિંગ દરમિયાન મસ્ક 20-30 અબજ ડોલરના રોકાણનો રોડમેપ રજૂ કરી શકે છે. મસ્કના રોકાણ માટે દિલ્હીની ઓબેરોય હોટલમાં તૈયારીઓ કરવામાં આવી હતી. દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલયમાં પીએમ મોદી સાથે તેમની મુલાકાતની ચર્ચા હતી. PM મોદીએ કહ્યું છે કે, મસ્ક ભારતનું સમર્થન કરે છે અને રોકાણ માટે તેમનું સ્વાગત છે. પરંતુ તેઓએ ભારતના યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવી પડશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology