bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

નાયડુએ મોદી સરકાર પાસે કરી ફરી 3 માગ! 10 દિવસમાં બે વાર દિલ્હીની મુલાકાતથી તર્કવિતર્ક...  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી NDA સરકારનું પ્રથમ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને તેમાં હવે માત્ર ચાર જ દિવસ બાકી રહ્યા છે. 23 જુલાઈના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. આ દરમિયાન ગઠબંધન સરકારમાં તેલુગુ દેશમ પાર્ટી એટલે કે TDP કિંગમેકરની ભૂમિકામાં છે. આ સ્થિતિમાં ચંદ્રાબાબુ નાયડુની પાર્ટીને આ વખતના બજેટમાં આંધ્રપ્રદેશ માટે ઘણી અપેક્ષાઓ છે. તેથી જ આંધ્ર પ્રદેશા મુખ્યમંત્રી નાયડુએ બજેટ પહેલા જ નાણામંત્રી સમક્ષ ત્રણ માગ મૂકી હોવાના અહેવાલ છે.  

  • અમિત શાહ સાથે કરી મુલાકાત

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ બજેટ માટે પોતાની ત્રણ સૂત્રીય ‘વિશ લિસ્ટ’ તૈયાર કર્યું છે. આ યાદી તેમણે નાણા મંત્રીને મોકલી આપી છે. એટલું જ નહીં TDP ચીફ નાયડુ બજેટ પહેલા સતત દિલ્હી પહોંચીને સિનિયર નેતાઓ સાથે વાત કરતા નજરે પડી રહ્યા છે. તેઓ માત્ર 10 દિવસમાં ગત મંગળવારે બીજી વખત દિલ્હી પહોંચ્યા હતા અને અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. એવું મનાય છે કે બજેટમાં માગણીઓ પૂરી કરાવવા TDP દ્વારા શક્ય તમામ પ્રયાસ કરાઈ રહ્યા છે.

  • નાયડુના વિશ લિસ્ટમાં આ 3 માગ

એક અહેવાલ પ્રમાણે ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી TDPએ 23 જુલાઈના રોજ રજૂ થવા જઈ રહેલા બજેટ માટે પોતાની ત્રણ સૌથી મોટી માગ સામે મૂકી છે. 'Chandrababu Wish List'માં જે માગ કરવામાં આવી છે તેમાં પ્રથમ માગ એ છે કે ખાસ કરીને રાજ્યના અનંતપુર, ચિત્તૂર, કુડ્ડાપાહ, કુરનૂલ, શ્રીકાકુલમ, વિશાખાપટ્ટનમ અને વિજયનગરમ સહિત અન્ય પછાત જિલ્લાઓ માટે અંદાજપત્રીય અનુદાન હોવું જોઈએ. ત્યારબાદ બીજી માગ અમરાવતી માટે નાણાકીય મદદ અને ત્રીજી પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટ માટે સમયસર પૈસા જાહેર કરવાની માગ સામેલ છે. 

  • 10 દિવસમાં દિલ્હીની બે યાત્રા

TDP મહાસચિવ અને આંધ્રપ્રદેશના માનવ સંસાધન વિકાસ અને આઈટી મંત્રી નારા લોકેશે જણાવ્યું કે, આ માગણીઓમાં કંઈ પણ ખોટું નથી, પરંતુ રાજ્યના ગ્રોથને ગતિ આપવા માટે જરૂરી વચનોને પૂરા કરવાનું છે. રાજ્ય માટે પર્યાપ્ત બજેટ ફાળવણી માટે ચંદ્રાબાબુ નાયડુ પણ સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે અને 10 દિવસમાં તેમણે બે વખત દિલ્હીની યાત્રા કરી છે. નાયડુની વિશ લિસ્ટમાં ત્રણ મુખ્ય માગણીઓ સાથે જ વિજયવાડા, વિશાખાપટ્ટનમ અને અમરાવતીમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ ઉપરાંત વિજયવાડાથી મુંબઈ અને નવી દિલ્હી સુધીની વંદે ભારત ટ્રેન માટે સમર્થન પણ સામેલ છે.