બિહારની રાજધાની પટનામાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. પટનાના રેલ્વે જંકશનની સામે આવેલી પાલ હોટલની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. હોટલમાંથી મહિલાની સળગી ગયેલી લાશ બહાર કાઢવામાં આવી છે. સાથે જ ચાર લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. બિલ્ડિંગમાં હાજર લગભગ 3 ડઝન લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. આગના કારણે સર્જાયેલી અરાજકતાને કારણે, લગભગ 15 લોકો જેઓ દાઝી ગયા હતા જેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આગના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોટલ સામેના બ્રિજ પર વાહનોનો જામ થઈ ગયો હતો. આગ એટલી ભયાનક છે કે તેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડના જવાનોની વ્યવસ્થા અપૂરતી રહી છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ હાજર છે. હોટલની નજીકની ઇમારતમાં આગની જ્વાળાઓ ફેલાઇ જવાનો ભય છે. હોટલમાં ફસાયેલા અનેક લોકોને બચાવી લેવાયા છે.
ફાયર વિભાગના ડીઆઈજી મૃત્યુંજય કુમાર પણ ઘટનાસ્થળે હાજર છે. તેમણે કહ્યું કે આગ લગભગ કાબુમાં આવી ગઈ છે. હોટલની અંદરના રૂમની તપાસ કરવામાં આવી રહી છે કે ત્યાં કોઈ ફસાયું છે કે કેમ. તેમણે જણાવ્યું કે હોટલમાંથી લગભગ 25 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પાલ હોટલમાં લગભગ 11 વાગે આગ લાગી હોવાની માહિતી તેમને મળી હતી. ફાયરના જવાનોએ ભારે હિંમતથી આગને કાબુમાં લીધી હતી.
હોટલ પાલમાં આગના સમાચારે ચકચાર મચાવી દીધી હતી. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. હોટલમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. હોટલની બિલ્ડીંગમાં લાગેલી આગને બુઝાવવા અને આસપાસની અન્ય ઈમારતોને તેનાથી બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પવન સાથે આગની જ્વાળાઓ વધવાથી લોકો ભયભીત થઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર પોલીસ અને ફાયર અધિકારીઓ આગના કારણની તપાસ કરી રહ્યા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology