bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

 તહેવાર પહેલા સારા સમાચાર, તેલના ભાવમાં થશે ઘટાડો, કેન્દ્ર સરકારે આપી 10103 કરોડની યોજનાને મંજૂરી..   

કેન્દ્ર સરકારે ભારતને ખાદ્ય તેલમાં આત્મનિર્ભર બનાવવા માટે રૂ. 10,103 કરોડના ખર્ચ સાથે ખાદ્ય તેલ-તેલીબિયાં પરના રાષ્ટ્રીય મિશનને મંજૂરી આપી છે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.  દેશમાં તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે. તો સાથે સાથે મોદી સરકારે જનતા માટે એક મોટો નિર્ણય લીધો છે. જેના પગલે મોંઘવારીમાંથી રાહત મળશે. આ નિર્ણયથી સામાન્ય માણસને મોટી રાહત મળવાની છે. કેન્દ્ર સરકારે ભારતને ખાદ્ય તેલમાં આત્મનિર્ભર બનાવવા માટે રૂ. 10,103 કરોડના ખર્ચ સાથે ખાદ્ય તેલ-તેલીબિયાં પરના રાષ્ટ્રીય મિશનને મંજૂરી આપી છે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ભારત તેની વાર્ષિક જરૂરિયાતના 50 ટકાથી વધુ ખાદ્ય તેલની આયાત કરે છે. સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે ઓન એડિબલ ઓઈલ-ઓઈલ સીડ્સને મંજૂરી આપવામાં આવી છે.સરકારે કહ્યું કે મિશનનો ઉદ્દેશ્ય વર્ષ 2022-23માં પ્રાથમિક તેલીબિયાંનું ઉત્પાદન 39 મિલિયન ટનથી વધારીને વર્ષ 2030-31 સુધીમાં 69.7 મિલિયન ટન કરવાનો છે. તેનો ઉદ્દેશ વધારાના 40 લાખ હેક્ટરમાં તેલીબિયાંની ખેતી વધારવાનો છે. ભારત ઈન્ડોનેશિયા અને મલેશિયામાંથી પામ ઓઈલ અને બ્રાઝીલ અને આર્જેન્ટીનામાંથી સોયાબીન તેલની આયાત કરે છે. અહીં સૂર્યમુખી મુખ્યત્વે રશિયા અને યુક્રેનથી આયાત કરવામાં આવે છે.