bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાહુલ ગાંધીએ રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી...

રાહુલ ગાંધીએ શુક્રવારે રાયબરેલી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને અશોક ગેહલોત હાજર રહ્યા હતા. (શુક્રવારે) આજે  સવારે જ કોંગ્રેસ પાર્ટીએ અમેઠી અને રાયબરેલી સીટ પરથી ઉમેદવારોના નામ જાહેર કર્યા. જે બાદ રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્યો સાથે રાયબરેલીના ફુરસતગંજ એરપોર્ટ પર વિમાનમાંથી ઉતર્યા હતા.

રાયબરેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને લઈને સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે. રાહુલે રાયબરેલીમાં ઉમેદવારી પત્ર ભર્યું. રાહુલ સાથે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતા.