ઈઝરાયેલ-ઈરાન યુદ્ધનો તણાવ માત્ર વૈશ્વિક બજારોમાં જ નહીં પરંતુ ભારતીય બજારોમાં પણ જોવા મળ્યો હતો. આજે ભારતીય બજારો લાલ નિશાન સાથે ખુલ્યા હતા. બજારની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા હતા. શેરબજારની શરૂઆત પહેલા જ એનએસઈ નિફ્ટીમાં 700 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને બીએસઈ સેન્સેક્સ 3450 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.સેન્સેક્સ લગભગ 929.74 પોઈન્ટ ઘટીને 73,315.16 પર પહોંચ્યો હતો. નિફ્ટી પણ 216.9 પોઇન્ટ ઘટીને 22,302.50ના સ્તરે પંહોચી ગયો છે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 793 પોઈન્ટ ઘટીને 74,244 પર બંધ થયો હતો.
બીએસઈ સેન્સેક્સ રેડમાં છે અને 30માંથી માત્ર 3 શેરોમાં વધારો છે અને 27 શેરોમાં ઘટાડો છે. ટીસીએસ, નેસ્લે, એચસીએલ ટેકના શેરમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, એસબીઆઈ, એનટીપીસી, પાવર ગ્રીડના શેરમાં સૌથી વધુ નબળાઈ જોવા મળી રહી છે.
નિફ્ટીના 50માંથી 46 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 4 શેરો જ માંડ તેજીની રેન્જમાં છે. હિન્દાલ્કો, ઓએનજીસી, ટીસીએસ અને નેસ્લેના શેરો માત્ર લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને અન્ય તમામ શેરોમાં નબળાઈનું લાલ નિશાન પ્રબળ છે.
એશિયન બજારોમાં પણ ચારે બાજુ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોસ્પી, હેંગ સેંગ, શાંઘાઈ કમ્પોઝીટ, નિક્કી બધામાં નબળાઈનો લાલ સંકેત છે. ઈરાન-ઈઝરાયેલ તણાવ અને ક્રૂડ ઓઈલમાં વધારાની એશિયન બજારો પર નકારાત્મક અસર થઈ રહી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology