bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અમદાવાદથી હવાઈ મુસાફરી કરનાર માટે સારા સમાચાર, 3 રુટ માટે શરૂ થશે નવી ફ્લાઇટ...

અમદાવાદમાં ડિસેમ્બરથી ઇન્ડિગોની નવી ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે. જેમાં અમદાવાદથી કોચીન, ગુવાહાટી અને કોલકાતાની ફ્લાઇટની શરૂઆત થશે. હવાઈ યાત્રીઓ માટે ફરી એકવાર સારા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં ડિસેમ્બરથી ઇન્ડિગોની નવી ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે. જેમાં અમદાવાદથી કોચીન, ગુવાહાટી અને કોલકાતાની ફ્લાઇટની શરૂઆત થશે. ઉલ્લેખનીય છે કે, પ્રવાસીઓ અને ફ્લાઇટની જરૂરિયાત મુજબ તમામ ફ્લાઇટના શેડ્યુઅલ નક્કી થશે ડિસેમ્બરથી નવી ફ્લાઇટ શરૂ થવાના કારણે હવાઈ યાત્રીઓને કોચીન, ગુવાહાટી, કોલકાતા જવા માટે સેવા મળી રહેશે. સાથો સાથ આ સેવાના પગલે અમદાવાદથી દેશના અલગ-અલગ શહેરો સાથા કનેક્ટિવિટી પણ વધશે. થોડા સમય અગાઉ જ હવાઈ મુસાફરીના ભાડામાં ઘટાડો કર્યો હતો. આ વખતે ભાડામાં 20-25 ટકા ઘટાડો આવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર વધતી ક્ષમતા અને તેલની કિંમતમાં હાલમાં જ આવેલા ઘટાડાને કારણે કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. ટ્રાવેલર પ્લેટફોર્મ ઇક્સિગોની રિપોર્ટ અનુસાર ઘરેલુ માર્ગો પર એરલાઇનના ભાડામાં 20-25 ટકા ઘટાડો જોવા મળ્યો છે. આ કિંમત 30 દિવસની એડવાન્સ પરચેઝ ડેટના આધારે એક રીતે ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો હતો.