bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

લોકશાહીના મહાપર્વનો આજથી પ્રારંભ, 21 રાજ્યોની 102 લોકસભા બેઠકો પર મતદાન....

 

લોકસભાના પ્રથમ તબક્કામાં આજે  મતદાન શરુ થાય ગયું છે. જેમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થશે.સીટોની દ્રષ્ટિએ આ સૌથી મોટો તબક્કો છે. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.પ્રથમ તબક્કામાં જ તમિલનાડુની તમામ 39 બેઠકો પર મતદાન થશે. મોહન ભાગવત, અન્નામલાઈ અને ચિદમ્બરમે મતદાન કર્યું.તમિલનાડુના સીએમ અને ડીએમકેના વડા એમકે સ્ટાલિન મતદાન કર્યું. 

લોકસભા ચૂંટણી માટે પ્રથમ ચરણ માટે 102 સીટો પર મતદાન થશે. જેમા 1625 ઉમેદવારો મેદાને છે, જેમા 1491 પુરુષો અને 134 મહિલા ઉમેદવારો મેદાને છે. જેમાંથી અનેક એવા ચહેરા જે પહેલીવાર કિસ્મત અજમાવી રહ્યા છે. તો કેટલાક એવા ચહેરા પણ છે જે છેલ્લા લાંબા સમયથી જીતની ગેરંટી બની રહ્યા છે. પહેલા તબક્કામાં પશ્ચિમી યુપી, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, સહિત 21 રાજ્યો અને કેન્દ્ર શાસ્તિ પ્રદેશોમાં મતદાન થશે. જેમા સૌથી વધુ નજરો તમિલનાડુ પર ટકેલી રહેશે. અહીં રાજ્યની તમામ બેઠકો પર પ્રથમ ચરણમાં જ મતદાન સંપન્ન થઈ જશે.

પ્રથમ ચરણમાં પ્રશ્ચિમી ઉત્તરપ્રદેશની 8 બેઠકો પર મતદાન થવાનુ છે. જેમાં રાજસ્થાનની 12, ઉત્તરાખંડની તમામ 5 બેઠકો, બિહારની 4 બેઠકો, પશ્ચિમ બંગાળની 4 બેઠકો, તમિલનાડુની તમામ 39 બેઠક પર ચૂંટણી થશે, આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશની 2, અસમની 4, મધ્યપ્રદેશી 6, મણિપુરની 2, મેઘાલયની 2, નાગાલેન્ડ ત્રિપુરા સહિત 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થવાનુ છે. તેમા કેટલીક બેઠકો VIP જેના પર સત્તાધારી પાર્ટી અને વિપક્ષના મોટા નેતા ચૂંટણીના રણમાં છે.

પ્રથમ તબક્કામાં 8 કેન્દ્રીય પ્રધાનો, 2 ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલ ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આદિવાસી અધિકારો અને કલમ 370 સહિતના કેટલાક મુદ્દાઓ પણ દાવ પર છે.