bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

લોકશાહીનું મહાપર્વ, જાણો 9 વાગ્યા સુધી ક્યાં કેટલા ટકા થયું મતદાન....

 

લોકશાહીના આ મહાપર્વમાં ફરીએકવાર મતદાતાઓ તેમના મતાધિકારનો પ્રયોગ કરવા જઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણી માટે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં 1600થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં નવ કેન્દ્રીય પ્રધાનો, બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અને એક ભૂતપૂર્વ રાજ્યપાલનું ભાવિ પણ દાવ પર છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે. અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આજે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની 92 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે.

  • 21 રાજ્યોમાં 9 વાગ્યા સુધી કેટલું મતદાન થયું?

આંદામાન અને નિકોબાર ટાપુઓ - 8.64%

આસામ - 11.15%

બિહાર - 9.23%

છત્તીસગઢ – 12.02%

જમ્મુ કાશ્મીર - 10.43%

લક્ષદ્વીપ -5.59%

મધ્ય પ્રદેશ - 14.12%

મહારાષ્ટ્ર - 6.98%

મણિપુર - 7.63%

મેઘાલય - 12.96%

મિઝોરમ - 9.36%

નાગાલેન્ડ - 7.65%

પુડુચેરી - 7.49%

રાજસ્થાન - 10.67%

સિક્કિમ - 6.63%

તમિલનાડુ - 8.21%

ત્રિપુરા - 13.62%

ઉત્તર પ્રદેશ - 12.22%

ઉત્તરાખંડ – 10.41%

પશ્ચિમ બંગાળ - 15.09%