મુંબઇ એક્સપ્રેસ હાઇવે પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ટ્રેક્ટર સાથે ટકરાઇ ગઇ છે. આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા ચારથી વધીને પાંચ થઇ ગઇ છે. તો બીજી તરફ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને નજીકની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નવી મુંબઇ ડીસીપી વિવેક પાનસરેએ જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ મુંબઇ-પૂણે એક્સપ્રેસ હાઇવે પર એક ખાનગી બસમાં મુસાફરી કરેલા 54 લોકો અષાઢી એકાદશીના અવસર પર પંઢરપુર જઇ રહ્યા હતા. શ્રદ્ધાળુઓથી ભરેલી બસ એક ટ્રેક્ટર સાથે ટકરાયા બાદ ખીણમાં પડી ગઇ હતી.
અકસ્માતમાં ઇજાગ્રસ્ત 42 લોકોને સારવાર માટે એમજીએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકોને સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. પોલીસના અનુસાર આ અકસ્માતમાં ડોક્ટરોએ તાજા અપડેટ આપતાં જણાવ્યું હતું કે અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે અને બાકી લોકોની સારવાર ચાલી રહી છે.
રોડ અકસ્માત વિશે જાણકારી અપાતાં પહેલાં નવી મુંબઇ પોલીસી ડીસીપી પંકજ દહાણેએ જાણકારી આપતાં જણાવ્યું હતું કે મુંબઇ એક્સપ્રેસ હાઇવે નજીક એક બસ ટ્રેકટર સાથે અથડાઇ જતાં ખીણમાં ખાબકી ગઇ હતી જેમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકોને ઇજા પહોંચી છે. પરંતુ મૃતકોની સંખ્યા વધી ગઇ છે. તમામ ઇજાગ્રસ્તોને નજીકના એમજીએમ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેમણે આગળ કહ્યું કે શ્રદ્ધાળુંઓથી ભરેલી બસ ડોંબિવલીના કેસર ગામથી પંઢરપુર જઇ રહી હતી.
તો બીજી તરફ ખીણમાં ખાબકેલી બસને ક્રેનની મદદથી નિકાળવામાં આવી છે. મુંબઇ એક્સપ્રેસ હાઇવેના મુંબઇ-લોનાવાલા લેન પર 3 કલાક બાદ ફરીથી વાહનોની અવર-જવર ફરીથી શરૂ થઇ ગઇ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology