દેશના હવામાનમાં સતત પલટો આવી રહ્યો છે. ઉત્તર ભારતમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાતે અને વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે, સાથે જ વિઝિબિલિટી પણ ઘટી રહી છે. સમગ્ર દેશમાં હવામાન બદલાઈ રહ્યું છે. દિલ્હી એનસીઆર તેમજ ઉત્તર પશ્ચિમ અને ઉત્તરીય રાજ્યોમાં મોડી રાત્રે અને વહેલી સવારના કલાકો દરમિયાન ગાઢ ધુમ્મસથી છવાયેલું રહે છે. દિલ્હીમાં ગાઢ ધુમ્મસ તેમજ વાયુ પ્રદુષણના કારણે લોકોની હાલત ખરાબ થઈ રહી છે. મેદાનોમાં વહેલી સવારે ધુમ્મસને કારણે કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી નોંધવામાં આવી. શુક્રવારે હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તરી તમિલનાડુના દરિયાકાંઠે બંગાળની ખાડીમાં ચક્રવાતી પરિભ્રમણને કારણે વરસાદની સંભાવના છે. ધુમ્મસની સાથે સાથે દિલ્હી NCRમાં ધુમાડો પણ છે. દિલ્હીની હવા ગેસ ચેમ્બર બની રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ધુમ્મસ અને સતત બગડતી હવાની ગુણવત્તાને કારણે શુક્રવારે ગ્રેપ-3 લાગુ થઈ શકે છે. ગુરુવારે દિલ્હીનો AQI 400થી વધારે નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 26 થી 28 અને 11 થી 17 નોંધાયું હતું. મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1 થી 2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 1 થી 3 ડિગ્રી ઓછું નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી સપ્તાહની શરૂઆતમાં દિલ્હી સહિત ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં તીવ્ર ઠંડીનું આગમન થશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology