મુંબઈના મલાડ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ દાવો કર્યો છે કે, આઇસક્રીમ કોનની અંદરથી એક વિકૃત માનવ આંગળી મળી આવી . મહિલાએ તેની તસવીર શેર કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી . તેનું કહેવું છે કે, તેણે આઇસક્રીમ ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસનું કહેવું છે કે, આઇસક્રીમ કોનમાં માનવ શરીરના અંગો છે. વધુ પુષ્ટિ માટે, પોલીસે આઇસક્રીમમાં મળેલી આંગળીને FSLમાં મોકલી મહિલાએ દાવો કર્યો હતો કે, તેણે અડધાથી વધુ આઈસ્ક્રીમ ખાઈ લીધી હતી, પરંતુ જેવી તેને ખબર પડી કે તેમાં કંઈક ગડબડ છે, તેણે આઈસસ્ક્રીમમાં માણસની એક કપાયેલી આંગળી જોઈ. પોલીસે કહ્યું, "ઓનલાઈન ઓર્ડર કરાયેલ આઈસક્રીમ કોનની અંદર એક મહિલાને માણસની આંગળીનો ટુકડો મળ્યો." જે બાદ મહિલા મલાડ પોલીસ સ્ટેશન પહોંચી હતી. મલાડ પોલીસે યુમ્મો આઈસક્રીમ કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને આઈસક્રીમને તપાસ માટે મોકલી આપ્યો છે. આઈસક્રીમમાં મળેલી આ આંગળી એફએસએલ (ફોરેન્સિક)માં મોકલવામાં આવી છે.જ્યારે ઓર્લેમના રહેવાસી બ્રેન્ડન સેરાવે ઓનલાઈન ડિલિવરી એપ દ્વારા આઈસક્રીમ કોનનો ઓર્ડર કર્યો, ત્યારે તેને ખ્યાલ નહોતો કે તે એક મોટો ઝડકો અનુભવા જઈ રહીછે. મહિલાએ જણાવ્યું કે, આઈસક્રીમની અંદર લગભગ 2 સેમી લાંબી માણસની આંગળીનો ટુકડો હતો. સેરાવ વ્યવસાયે MBBS ડૉક્ટર
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology