bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

 દિલ્હી, બિહાર સહિત આ રાજ્યોમાં જોવા મળશે ભીષણ ગરમી...

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં લોકો ભીષણ ગરમી અને લૂ થી પરેશાન થઇ ગયા છે. આ જીવલેણ ગરમીને લઈને હવામાન વિભાગે કહ્યું કે, 'હજુ આ ગરમીમાંથી કોઈ રાહત મળી નથી. IMDએ ઘણા રાજ્યોને એલર્ટ કર્યા  દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હીટવેવ અને વધતા તાપમાને લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. દિવસ દરમિયાન ધોમધખતો તડકો અને રાત્રે ગરમ પવનના કારણે લોકોની હાલત કફોડી બની ગઈ છે. દિલ્હીમાં હીટ વેવને લઈને આગામી બે દિવસ માટે 'યલો' એલર્ટ જારી કરવામાં આવ્યું હવામાન વિભાગે ચેતવણી આપી છે કે દિલ્હીમાં હાલમાં ભારે ગરમી પડી રહી છે અને તે બુધવાર સુધી ચાલુ રહેવાની સંભાવના છે. ગુરુવાર અને શુક્રવારે દિલ્હીવાસીઓને થોડી રાહત મળી શકે છે. ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પણ હીટ વેવની ગંભીર સ્થિતિ રહેશે. હિમાચલ પ્રદેશ, જમ્મુ વિભાગ, ઉત્તર મધ્ય પ્રદેશ અને ઉત્તર છત્તીસગઢના વિવિધ વિસ્તારોમાં ગરમીની લહેર સ્થિતિ શક્ય છે. મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ભાગોમાં રાત ગરમ રહેવાની શક્યતા છે.હવામાન વિભાગે દિલ્હી માટે એલર્ટ જાહેર કર્યું છે જેમાં તેણે  માટે યલો એલર્ટની ચેતવણી આપી છે. હવામાન વિભાગનો અંદાજ છે કે બુધવાર દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ યથાવત રહેશે. મહત્તમ તાપમાન 45 અને લઘુત્તમ 33 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ પણ 35 થી 45 કિમી પ્રતિ કલાકની વચ્ચે રહી શકે છે