રાજકોટના જન્માષ્ટમી લોકમેળાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં લોકમેળાનું વિમાકવચ રૂપિયા 7.50 કરોડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકમેળા અમલીકરણ સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે. તેમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. તેમજ એમ્બ્યુલન્સ, ફાયરફાઈટરોની સંખ્યા વધારવા પણ નિર્ણય કરાયો છે.
એન્ટ્રીગેટ રાત્રે 11:30 વાગ્યે બંધ કરી દેવાશે. જેમાં સિક્યોરિટી સ્ટાફમાં 100માંથી 125નો વધારો કરાયો છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી 5 કરોડનો વિમો વધારી 7.50 કરોડ કરવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરો 3-3ને બદલે 5-5 રાખી સંખ્યા પણ વધારવા નિર્ણય કર્યો છે. તેમજ લોકમેળામાં એન્ટ્રી ગેટ રાત્રે 11:30 વાગ્યે બંધ કરી દેવામાં આવશે. તથા સિક્યોરિટી સ્ટાફ જે 100 રહેતો તે વધારી 125 કરવામાં આવ્યો છે. તેમાં જન્માષ્ટમી પર રાજકોટમાં રેસ કોર્સ મેદાન ખાતે લોકમેળો યોજવામાં આવશે. રાજકોટમાં જન્માષ્ટ્રમી લોકમેળાને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે,આ વખતે રાઈડધારકો તેમજ મેળામાં લાગેલા સ્ટોલને લઈ કડક નિયમો બનાવ્યા છે.
આ વખતે લોકમેળામાં જે લોકો રાઈડધારકો છે તેમણે ફરજિયાત વીમો લેવો પડશે તેમજ દુકાનધારકોએ દુકાનમાં સીસીટીવી તેમજ ફાયરના સાધનો મૂકવા પડશે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર એલર્ટ છે. તેમજ જન્માષ્ટમીમાં યોજાનાર લોકમેળા માટે આકરા નિયમો બનાવાયા છે. યાંત્રિક રાઇડના ટેસ્ટ રિપોર્ટ બાદ જ વીજ કનેક્શન આપવામાં આવશે. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર એલર્ટ છે. તેમજ સૌરાષ્ટ્રમાં વિખ્યાત રાજકોટના લોકમેળાનું તારીખ 23 થી 27 ઓગસ્ટ પાંચ દિવસનુ આયોજન કરવામાં આવ્યુ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology