સમયાંતરે ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું . પણ આ વર્ષે તો ગરમી એ તમામ રેકોર્ડ્સ તોડવાનું શરૂ કરી દીધુ . દેશના ઘણા વિસ્તારોમાં ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. દિવસેને દિવસે તાપમાન વધી રહ્યું છે. ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી હીટવેવ ને કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યાં મહત્તમ તાપમાન 49 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે. હાલમાં ઉત્તર ભારતમાં ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી દેશમાં ગરમી એવી છે કે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3થી 4 દિવસ વધુ ગરમી રહેશે. હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં દિવસ દરમિયાન તેમજ રાત્રિના સમયે હીટવેવની ચેતવણી જારી કરી છે. જણાવી દઇએ કે, રાજસ્થાનમાં ગરમીનું મોજું એવું છે કે હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો માટે હીટવેવ એલર્ટ જારી કર્યું છે. આ સાથે રાજ્યમાં આગામી 3-4 દિવસ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 22 મે, બુધવારે રાજ્યમાં ઘણી જગ્યાએ મહત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો. રાજ્યમાં મહત્તમ તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology