પ્રધાનમંત્રી ગ્રામીણ સડક નિર્માણ યોજના હેઠળ બનેલા આ પુલની કિંમત 7.79 કરોડ રૂપિયા હતી. 182 મીટર લાંબા આ પુલનું નિર્માણ 2021માં શરૂ થયું હતું. શરૂઆતમાં તેનો ખર્ચ 7 કરોડ 80 લાખ રૂપિયા હતો, પરંતુ બાદમાં નદીનો માર્ગ અને એપ્રોચ રોડ બદલવાને કારણે કુલ ખર્ચ 12 કરોડ રૂપિયા થઈ ગયો. તે જૂન 2023માં પૂર્ણ થયું હતું બિહારમાં એક વખત ફરીથી પુલ દુર્ઘટના થઈ છે. ઉદ્ઘાટન પહેલા જ પુલ ધ્વસ્ત થઈને નદીમાં ગરકાવ થઈ ગયો છે. ઘટના અરરિયા જિલ્લાના સિકટી ગામની છે. અહીં કરોડોના ખર્ચે બકરા નદીના પડરિયા ઘાટ પર બનેલો પુલ અચાનક જ નદીમાં ગરકાવ થઈ ગયો. ઘટના બાદ વિસ્તારમાં હડકંપ છે. મળતી માહિતી મુજબ આ પુલનું નિર્માણ પહેલા બનેલા પુલના એપ્રોચ કપાયા બાદ કરાવવામાં આવ્યું હતું. લોકોનો આરોપ છે કે પુલના નિર્માણમાં સાવ ખરાબ ક્વોલિટીની વસ્તુઓનો ઉપયોગ કરાયો હતો અને તેથી જ પુલનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ તૂટી પડ્યો. લોકોનું કહેવું છે કે હાલમાં જ પુલના એપ્રોચ પથને શરુ કરવા માટે વિભાગ દ્વારા કવાયત શરુ કરાઈ હતી પરંતુ તે પહેલાં જ આ દુર્ઘટના સર્જાઈ હતી. અરરિયાના સાંસદ અને ધારાસભ્યોએ કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ પર કાર્યવાહીની વાત કરી અરરિયાના સિકટીમાં ઉદ્ઘાટન પહેલા જ પુલ તૂટી પડ્યો હતો. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક નિર્માણ યોજના હેઠળ બનેલા આ પુલની કિંમત 7.79 કરોડ રૂપિયા હતી. 182 મીટર લાંબા આ પુલનું નિર્માણ 2021માં શરૂ થયું હતું. શરૂઆતમાં તેનો ખર્ચ 7 કરોડ 80 લાખ રૂપિયા હતો, પરંતુ બાદમાં નદીનો માર્ગ અને એપ્રોચ રોડ બદલવાને કારણે કુલ ખર્ચ 12 કરોડ રૂપિયા થઈ ગયો. તે જૂન 2023માં પૂર્ણ થયું હતું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology