દિલ્હી NCRમાં પ્રદૂષણનું સ્તર ઘટતાની સાથે જ CAQMએ નિયમોમાં રાહત આપીને દિલ્હી-NCRમાં શાળાઓ ખોલવાની મંજૂરી આપી દીધી છે. જો કે, એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે સ્કૂલો ઓફલાઇનની સાથે ઓનલાઈન મોડ પણ ચાલશે. દિલ્હી-NCRમાં પ્રદૂષણની સ્થિતિમાં સુધારો થતાં CAQMએ મોટો નિર્ણય લીધો છે. જેમાં દિલ્હી એનસીઆરમાં શાળાઓ ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે ઓનલાઈન મોડમાં પણ અભ્યાસ ચાલુ રહેશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કરીને એ વિદ્યાર્થીઓ કે આવી સ્થિતિમાં સ્કુલે ન જવા માંગતા હોય, તેમને સ્કુલે આવવાની ફરજ પાડી શકાય નહીં. આ આદેશ અનુસાર દિલ્હી એનસીઆરમાં શાળાઓ હવે ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં ચાલશે. તાજેતરમાં દિલ્હી-NCRમાં AQI 460ને પાર કરી ગયો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું હતું. એવામાં CAQMએ દિલ્હી-NCRમાં 10મા ધોરણ સુધી શાળાઓ બંધ કરીને ઓનલાઈન અભ્યાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, છેલ્લા બે દિવસમાં સતત ઘટી રહેલા પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને, શાળાઓને સોમવારે મોડી સાંજે ઓફલાઇન મોડ પર ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. તાજેતરના આદેશ અનુસાર, GRAP ના તબક્કા-III ના ક્લોઝ 11, GRAP ના તબક્કા-4 ના ક્લોઝ 5 અને ક્લોઝ 8 હેઠળ છૂટ આપવામાં આવી છે. આ ક્લોઝમાં કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓને લગતી જોગવાઈઓ કરવામાં આવી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology