જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વિસ્તારમાં ઘણા આતંકીઓ છુપાયેલા છે. જવાનોએ એક આતંકીને પણ ઠાર કર્યો છે. હવે સંરક્ષણ અધિકારીઓએ માહિતી આપી છે કે, એન્કાઉન્ટરમાં ચાર સૈનિકો ઘાયલ થયા છે જેમાં એક મેજર રેન્કના અધિકારીનો પણ સમાવેશ થાય છે. આ સાથે એક દુખદ સમાચાર એ છે કે, ભારતીય સેનાનો એક જવાન પણ શહીદ થયા છે.
એન્કાઉન્ટર પર ભારતીય સેના તરફથી નિવેદન પણ આવ્યું છે. સેનાએ કહ્યું કે, ઉત્તર કાશ્મીરના કુપવાડામાં માછિલ સેક્ટર સ્થિત કામકરીમાં ફોરવર્ડ પોસ્ટ પર અજાણ્યા જવાનો સાથે ફાયરિંગ થયું હતું. સેનાના જણાવ્યા અનુસાર આ ફાયરિંગમાં એક પાકિસ્તાની માર્યો ગયો છે, જ્યારે ઘાયલ સૈનિકોને ઘટનાસ્થળેથી સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવ્યા છે.
સુરક્ષા દળોને કુપવાડામાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી પહેલાથી જ મળી હતી. સેના છેલ્લા ઘણા દિવસોથી અહીં આતંકવાદ વિરોધી ઓપરેશન ચલાવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ BAT હુમલો છે. ઉદાહરણ તરીકે BAT એટલે બોર્ડર એક્શન ટીમ જેમાં પાકિસ્તાની આર્મીના કમાન્ડો અને આતંકવાદીઓનો સમાવેશ થાય છે. તેઓ વાસ્તવિક નિયંત્રણ રેખા (LoC) પર ઘૂસણખોરી કરે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology