bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સૌથી મોટી કાર્યવાહી: એકસાથે 76 લાખ એકાઉન્ટ પર WhatsAppએ મૂક્યો પ્રતિબંધ...

વોટ્સએપ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત લગભગ  76 લાખ WhatsApp એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરીની વચ્ચે લગભગ 7,628,000 વોટ્સએપ એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા છે. તેમાંથી 1,424,000 એકાઉન્ટને હંમેશા માટે બેન કરી દેવામાં આવ્યા છે.  

મેટા ઓન્ડ WhatsAppએ  જણાવ્યું  છે કે, તેના તરફથી ફેબ્રુઆરી મહિનામાં IT નિયમો 2021નું ઉલ્લંઘન કરવા બદલ 76 લાખ વોટ્સએપ એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppને ભારતમાં લગભગ 500 મિલિયનથી વધારે યુઝર્સ છે. રિપોર્ટ્સ અનુસાર ફેબ્રુઆરીમાં દેશમાં રેકોર્ડ 16,618 ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સાથે જ રેકોર્ડ સંખ્યામાં કાર્યવાહી કરવામાં આવી. તેના પહેલા જાન્યુઆરી મહિનામાં 67,28,000 WhatsApp એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા હતા

જો તમારૂ એકાઉન્ટ ભૂલથી બેન થઈ ગયું હોય તો તમે WhatsApp ઈમેલ કરીને રિવ્યૂ રિક્વેસ્ટ કરી શકો છો. આમ કરવા પર તમને SMSથી 6 ડિજિટ રજીસ્ટ્રેશન કોર્ડ નોંધવાનો રહેશે. તેના બાદ તમને ફરિયાદની સામે અમુક ડોક્યુમેન્ટ દાખલ કરવાના રહેશે