દેશના હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ ઠંડી અને અન્ય સ્થળોએ વરસાદ પડી રહ્યો છે. દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે પવન સાથે ભારે વાદળો આવવાની શક્યતા છે, જ્યારે ઘણા રાજ્યોમાં ધુમ્મસ ફેલાઈ ગયું છે, જેના કારણે લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ એ આ અંગે ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ કે આગામી એક સપ્તાહ માટે હવામાન કેવું રહેશે? 25 નવેમ્બરના રોજ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને શ્રીલંકાના દરિયાકાંઠે 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપથી વધીને પવનની ગતિ 65 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. દ.પશ્ચિમ બંગાળની ખાડી, અને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીથી જોડાયેલા તમિલનાડું, પોંડીચેરી અને દ.આધ્રપ્રદેશના તટો પર 26 નવેમ્બરે પવનની ગતિ 50 થી 60 કિલોમીટર પ્રતિકલાકથી વધીને 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. 27 અને 28 નવેમ્બરે આ ક્ષેત્રમાં પવનની સ્પીડ 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઘણા સ્થળોએ આખા સપ્તાહ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 27-29 નવેમ્બર સુધી, આસામ અને મેઘાલયમાં 27-30 નવેમ્બર સુધી, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 25-27 નવેમ્બર સુધી અને ઓડિશામાં 27-29 નવેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે. હિમાચલ પ્રદેશમાં 30 નવેમ્બરે વરસાદ પડશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology