bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો કોરોના વેક્સિન કોવિશિલ્ડની આડ અસરનો મામલો

 

કોવિશિલ્ડ અને એસ્ટ્રોજેનિકા રસીની તપાસની માંગણી કરતો મામલો બુધવારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ અરજી સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ દાખલ કરી હતી અને માંગણી કરી છે કે, તેની આડ અસરોની તપાસ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) અથવા દિલ્હીના નિષ્ણાત ડોક્ટરોની પેનલ દ્વારા કરાવવા માટે સૂચના આપવામાં આવે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોએ નિષ્ણાત તબીબોની પેનલ પર નજર રાખવી જોઈએ.સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે, જેઓ કોવિડ-19 દરમિયાન રસીકરણ અભિયાનના પરિણામે ગંભીર રીતે વિકલાંગ બન્યા છે અથવા જેમનું મૃત્યુ થયું છે તેમના માટે વળતરની વ્યવસ્થા કરવામાં આવે. જણાવી દઈએ કે, આ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, હજુ સુધી એ નક્કી નથી થયું કે તેની સુનાવણી થશે કે નહીં.

યુકેના એક મીડિયા અહેવાલ મુજબ ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા કોવિડ રસી વૈશ્વિક સ્તરે કોવિશિલ્ડ અને વેક્સેવેરિયા બ્રાન્ડ નામો હેઠળ વેચવામાં આવી હતી. યુકે હાઈકોર્ટમાં સબમિટ કરાયેલા કાનૂની દસ્તાવેજોમાં એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું કે, તેની રસી ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં TTSનું કારણ બની શકે છે. તમને જણાવી દઈએ કે, ફાર્માસ્યુટિકલ કંપની ઓક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી વિકસિત તેની રસીના કારણે ગંભીર આડઅસરો અને મૃત્યુનો આરોપ લગાવતા ક્લાસ-એક્શન કેસનો સામનો કરી રહી છે. આ મામલે જેમી સ્કોટ નામના વ્યક્તિ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેને એપ્રિલ 2021માં AstraZeneca રસી લીધા બાદ મગજને નુકસાન થયું હતું.યુકે મીડિયાએ લખ્યું છે કે, સલામતીની ચિંતાઓને કારણે યુકેમાં એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડ રસી હવે આપવામાં આવતી નથી. જેમ જેમ કાનૂની કાર્યવાહી ખુલી રહી છે, અસરગ્રસ્ત વ્યક્તિઓ અને તેમના પરિવારો રસીના કારણે થતી આડઅસરો માટે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે એસ્ટ્રાઝેનેકાએ 2024 ના પહેલા ક્વાર્ટરમાં તેની આવક 10 બિલિયન પાઉન્ડથી વધુ હોવાનું જણાવ્યું છે.