bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

લીકર કૌભાંડમાં ફસાયેલા મુખ્યમંત્રી કેજરીવાલને મોટી રાહત, સુપ્રીમકોર્ટે આપ્યા વચગાળાના જામીન...  

 લીકર પોલીસી કેસમાં જેલમાં કેદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યાં છે. સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને વચગાળાના જામીન આપી દીધા છે. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી મોટી બેન્ચ આ મામલે સુનાવણી કરશે ત્યાં સુધી તેમના જામીન ચાલુ રહેશે.

  •   ચીફ જસ્ટિસ ત્રણ જજોની નિમણૂક કરશે 

સુપ્રીમકોર્ટે કેજરીવાલના કેસ પર સુનાવણી હાથ ધરતાં કહ્યું હતું કે હવે આ મામલે   3 જજોની બેન્ચ બનાવવામાં આવશે જે કેજરીવાલના કેસ પર સુનાવણી કરશે. આ સાથે એ પણ જણાવાયું કે સુપ્રીમકોર્ટના આ ત્રણ જજોના નામ ખુદ સીજેઆઈ કરશે.