bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, ચાર નક્સલી માર્યા ગયા; સાત ઘાયલ....  

 

છત્તીસગઢના બીજાપુરમાં ફરી એકવાર સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. એન્કાઉન્ટરમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આ સિવાય સાત નક્સલવાદીઓ ઘાયલ થયા છે. સુરક્ષા દળોની ટીમ બીજાપુર જિલ્લાના નક્સલ પ્રભાવિત વિસ્તાર ગંગાલુર વિસ્તારમાં ગઈ હતી. આ દરમિયાન સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. તમને જણાવી..

  • એન્કાઉન્ટર ગંગાલુર વિસ્તારમાં થયું હતું

મળતી માહિતી મુજબ છત્તીસગઢમાં સુરક્ષાદળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ સુરક્ષા દળોની ટીમ બીજાપુર જિલ્લાના નક્સલ પ્રભાવિત વિસ્તાર ગંગાલુર વિસ્તારમાં ગઈ હતી. આ દરમિયાન સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.સોમવારે પણ છત્તીસગઢ અને તેલંગાણાના સરહદી વિસ્તારોમાં નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ હતી. જેમાં એક નક્સલી માર્યો ગયો હતો. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી હથિયારો પણ જપ્ત કર્યા હતા.

  • બસ્તરમાં 19મી એપ્રિલે મતદાન થશે

નોંધનીય છે કે બસ્તર લોકસભા સીટ માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. ચૂંટણી પહેલા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ એલર્ટ મોડ પર છે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે સુરક્ષા દળો દ્વારા નક્સલવાદીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.