ગુજરાતમાં ગરમી વધી રહી છે ત્યારે કમિશનર ઓફ સ્કૂલની અમદાવાદ કચેરી દ્વારા ગરમી-હિટવેવ સંદર્ભે સ્કૂલો માટે ગાઈડલાઈન જાહેર કરી છે અને ગુજરાત હિટવેવ એક્શન પ્લાનની સૂચનાઓ મુજબ સ્કૂલોમાં અમલ કરાવવા તમામ ડીઈઓને આદેશ કરવામા આવ્યો છે. ગાઈડલાઈન મુજબ ગરમીની સિઝનમાં સ્કૂલોના સમયનું નિયંત્રણ સવારે 6 થી 11 સુધી કરવાનું રહેશે તેમજ ઉનાળા દરમિયાન કોઈ પણ પ્રકારના ઓપન એર વર્ગો યોજવા નહિ.
કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમા હિટવેવની શક્યતાઓ રહેલ છે અને જેને લઈને બચાવ અને રાહતના આગોતરા પગલા લેવામાં આવે તેથી હિટવેવની સંભવિત અસરોથી બચી શકાય.
ઉપરાંત આ માટે સરકાર દ્વારા ગુજરાત હિટવેવ એકશન પ્લાન-2024 તૈયાર કરવામા આવ્યો છે. જે મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવે અને ખાસ હિટવેવવને સાયલન્ટ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવતુ હોઈ તમામ ડીઈઓએ તેઓના તાબા હેઠળની સ્કૂલોને આ સંદર્ભે સચેત કરીને જરૂરી તકેદારીના પગલા લેવા આદેશ કરવામાં આવે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology