રેકોર્ડ બ્રેક તેજી નોંધાવવાની સાથે સોનું હાલ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે. નાણાંકીય વર્ષનો પ્રથમ દિવસ એટલે કે આજે પહેલી એપ્રિલના દિવસે જ સોનાએ 70 હજાર રુપિયાની સપાટી પાર કરી દીધી છે. તેજી યથાવત રહેશે તો સોનાનો ભાવ 75 હજારને આંબી જવાની શક્યતા રહેવાનું મનાઇ રહ્યુ છે.એક તરફ બજારમાં આજે તેજી છે, ત્યારે બીજી તરફ અમદાવાદના તમામ જ્વેલર્સમાં આજે ભાવ વધારાની મોટી અસર જોવા મળી છે. શુક્રવારે સોનાનો ભાવ 69,050 હતો, જે આજે 71,000 પાર કરી ગયો છે. 24 કેરેટ સોનું ખરીદવું હોય તો આજે 71,000 કરતા મોટી રકમ આપવી પડશે. આ સાથે 22 કેરેટ 18 કેરેટ અને 14 કેરેટમાં પણ ઉતરોતર ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
કહેવાય છે કે સોનાની ચમક ક્યારેય ઝાંખી નથી પડતી અને એવું જ કંઈક તેના ભાવ માટે પણ કહેવું પડે તેમ છે. સોનામાં છેલ્લાં કેટલાંક દિવસોથી જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. આજે ઓલ ટાઈમ હાઈ સપાટીને આંબતા સોનાનો ભાવ 71, 200ની સપાટીએ પહોંચી ગયો હતો. છેલ્લા કેટલાંય દિવસથી સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે અને આજે નાણાંકીય વર્ષ 2024-25ની શરૂઆત થઈ રહી છે ત્યારે જ રેકોર્ડ બ્રેક તેજી સાથે 24 કેરેટ સોનાનો ભાવ 71, 200 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું હતું.
નિષ્ણાતોનું કહેવું છે કે સોનાના ભાવમાં થયેલાં ઉછાળા પાછળ અનેક કારણો જવાબદાર છે. વિશ્વની સેન્ટ્રલ બેંકો દ્વારા પણ સોનામાં મોટાપાયે રોકાણ કરવામાં આવી રહ્યું છે. જેમ કે ચીને 330 ટન સોનાની જ્યારે ભારતીય રીઝર્વ બેન્કે 80 ટન સોનાની ખરીદી કરી છે. કહેવાય છે કે આવી ખરીદીને પરિણામે એટલે કે માગ વધવાને લીધે પણ સોનાના ભાવ ઊંચા જતા હોય છે. તો ક્રિપ્ટોમાં આવેલા ઉછાળાને લીધે પણ સોનાના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. અનુમાન લગાવાઈ રહ્યું છે કે હાલ જેવી પરિસ્થિતિ જો આગળ પણ યથાવત રહી તો આવનારા સમયમાં સોનાનો ભાવ 75 હજારને પણ આંબી જશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology