તમિલનાડુની વિરુધુનગર લોકસભા સીટના કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોર દ્વારા પોસ્ટ કરવામાં આવેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શેર કરવામાં આવેલા વીડિયોમાં સંસદની નવી ઇમારતની અંદર પાણી લીકેજ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે છતમાંથી પાણી લીક થઈ રહ્યું છે અને નીચે પડતા પાણીને ફેલાતા અટકાવવા માટે ફ્લોર પર ડોલ મુકવામાં આવી છે.
કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું - બહાર પેપર લીકેજ, અંદર પાણી લીકેજ. રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતા સંસદની લોબીમાં હાલમાં જ પાણી લીકેજ, નવી ઇમારતમાં હવામાન સંબંધિત સમસ્યાઓને હાઇલાઇટ કરે છે, જે નિર્માણ પૂર્ણ થયાના માત્ર એક વર્ષ બાદ જ સામે આવી છે. આ મુદ્દા પર લોકસભામાં સ્થગિત દરખાસ્ત રજૂ કરવામાં આવી. કોંગ્રેસ નેતાએ વીડિયો પોસ્ટ કર્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ આ ઘટના પર વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે.
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, "નવી સંસદ સારી તો એ જૂની સંસદ હતી, જ્યાં જૂના સાંસદો પણ આવીને મળી શકતા હતા. કેમ ન ફરીથી જૂની સંસદ ચાલે, કમસેકમ ત્યાં સુધી, જ્યાં સુધી અબજો રૂપિયાથી બનેલી સંસદમાં પાણી ટપકવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે." અખિલેશે વધુમાં કહ્યું કે જનતા પૂછી રહી છે કે ભાજપ સરકાર હેઠળ બનેલી દરેક નવી છતમાંથી પાણી ટપકવું એ તેમની સમજી-વિચારીને બનાવવામાં આવેલી ડિઝાઈનનો એક ભાગ છે કે પછી...
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology