IMDએ કહ્યું કે, 17-21 એપ્રિલ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં વીજળી સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ સિવાય કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. ભારત હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે 18-21 એપ્રિલ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે.
હવામાન વિભાગે કહ્યું કે, આ બધું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે છે. IMDએ કહ્યું કે, પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું કે પૂર્વ ભારતમાં આગામી 5 દિવસ સુધી તીવ્ર ગરમી પડી શકે છે. આ સિવાય દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી હીટવેવની શક્યતા છે.
હવામાન વિભાગે કહ્યું કે, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આગામી પાંચ દિવસ સુધી હીટવેવ ચાલુ રહી શકે છે. ઝારખંડમાં 19 એપ્રિલથી ગરમીની શક્યતા છે. IMDએ જણાવ્યું કે, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાયલસીમામાં આગામી ત્રણ દિવસ સુધી હિટવેવ ચાલુ રહી શકે છે. આ સિવાય તમિલનાડુમાં પણ કાળઝાળ ગરમીની સ્થિતિ રહેશે. IMDએ કહ્યું કે, આગામી ત્રણ દિવસ તમિલનાડુ, કેરળ, કોસ્ટલ કર્ણાટક અને કોસ્ટલ આંધ્ર પ્રદેશમાં તીવ્ર ગરમી પડવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 17 અને 18 એપ્રિલ, 2024 દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં અલગ-અલગ સ્થળોએ હીટ વેવની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology