દર વર્ષે અનેક શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ જાય છે. આ વર્ષે પણ ગુજરાતનાં 300 થી વધુ પ્રવાસીઓ બદ્રીનાથ હાઈવે પર ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. અરવલ્લીનાં 20 જેટલા શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રા દરમ્યાન ભૂસ્ખલન સર્જાતા ફસાયા હતા.
ભૂસ્ખલન સર્જાયું હોવાની જાણ સ્થાનિક તંત્રને થતા તંત્ર દ્વારા ભારે જહેમત બાદ હાઈવે સાફ કરી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. ભૂસ્ખલનનાં 36 કલાક બાદ વાહન વ્યવહાર શરૂ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સાંકડા રોડ પર ખાઈ અને ભૂસ્ખલનનાં જોખમ વચ્ચે શ્રદ્ધાલુઓ ચારધામની યાત્રાએ આગળ વધ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા મહાકાય પથ્થરો તોડી રસ્તો ખુલ્લો કર્યો હતો.
ઉત્તરાખંડમાં, કુમાઉના તેરાઈ ક્ષેત્રમાં સોમવારે ભારે વરસાદને કારણે સ્થિતિ નિયંત્રણ બહાર જતી જોવા મળી હતી. ઉધમ સિંહ નગર જિલ્લાના ખાતિમા અને સિતારગંજના ઘણા વિસ્તારો પૂરમાં ડૂબી ગયા છે. ખાટીમામાં પૂરગ્રસ્ત લોકોને બચાવવા જતાં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા હતા. શક્તિ ફાર્મમાં એક યુવક નદીમાં અને બંબાસામાં એક યુવતી નાળામાં તણાઈ ગઈ હતી. દેહરાદૂનમાં બિંદલ નદીમાં 17 વર્ષની બાળકી ધોવાઈ ગઈ. ત્રણેય લાપતાની શોધખોળ ચાલુ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology